જેતપર ગામે શરૂ થયેલા આમરણાંત ઉપવાસમાં અન્ય જિલ્લાના ખેડૂતો પણ જોડાશેમોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂતોએ વીજલાઇનના વળતર મામલે આંદોલન પાર્ટ-2ના ભાગરૂપે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ તો હજુ ટ્રેલર છે. અત્યારે ભલે ગાંધીમાર્ગ અપનાવામાં આવ્યો હોય પણ જરૂર પડ્યે સરદાર માર્ગ પણ અપનાવામાં આવશે તેવો ખેડૂતોએ હુંકાર કર્યો છે. આંદોલન અંગેની વિગતો આપતા જેતપર ગામના ખેડૂત અને મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ એવા કાળુભાઈ અમૃતિયાએ જણાવ્યું કે આ કોઈ રાજકીય લડત નથી, પરંતુ ખેડૂતોના હિત માટેની લડત છે. દેશના અને રાજ્યના જેટલા પણ ખેડૂતોને તકલીફ પડી રહી છે, તે તમામ એક થઈને લડત લડે તે માટે આહવાન કરીએ છીએ. અત્યારે આ લડતનું માત્ર ટ્રેલર છે અને તેઓએ ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ કર્યું છે. જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય, તો આગામી સમયમાં સરદારનો માર્ગ અપનાવવામાં આવશે. આ આંદોલનમાં આસપાસના તમામ ગામોના ખેડૂતોનું પૂરતું સમર્થન મળી રહ્યું છે. જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. ખેડૂતોનું કહેવું છે કે અગાઉ તેઓએ હાથ જોડીને તમામ પ્રકારની શાંતિપૂર્ણ રજૂઆતો કરી લીધી છે. જેમાં કોઈ પરિણામ ન મળતા ખેડૂતોએ લડત શરૂ કરી છે.#Morbi #MorbiUpdate #Jetpar #KhedutAndolan #FarmersProtest #GujaratFarmers #MorbiNews