એવન્યુ ડિઝાઇનર ટાઈલ્સ સ્ટુડિયો ખાતે અમિતભાઈ સુરાણી દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં લોકોનો ઉત્સાહપૂર્વક પ્રતિસાદ: 50 રક્તદાતાઓએ કર્યું રક્તદાનમોરબી : મોરબીના જુના જાંબુડીયા વિસ્તારમાં આવેલ એવન્યુ ડિઝાઇનર ટાઈલ્સ સ્ટુડિયો ખાતે અમિતભાઈ સુરાણી દ્વારા તેમના પુત્ર યુગના જન્મદિવસ પ્રસંગે 17 જૂનના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી યોજાયો હતો.પુત્રના જન્મદિવસની ઉજવણીમાં વેડફાટ કરવાને બદલે રક્તદાન જેવા ઉમદા કાર્યથી કરીને અમિતભાઈ સુરાણીએ સમાજને એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં 50 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને યુગને જન્મદિવસની અંતઃપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે દાદા પ્રાણજીવનભાઈ સુરાણી, પપ્પા અમિતભાઈ સુરાણી, રોહિતભાઈ તેમજ સમગ્ર સુરાણી પરિવાર અને એવન્યુ ગ્રુપ પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ ભગીરથ કાર્ય બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને એમ.ડી. રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ તેમજ એવન્યુ ગ્રુપ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને યુગને ઉજ્જવળ ભવિષ્ય તથા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.#Morbi #MorbiNews #BloodDonation #BirthdayCelebration #SocialService #Humanity #Jambudiya #BloodDonationCamp