મોરબી : મોરબી ઝોનમાં જૂન 2026ની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે. આજ તારીખ 18-06-2026ના રોજ લેવાયેલી વિવિધ વિષયોની પરીક્ષામાં વિદ્યાર્થીઓની હાજરી અને ગેરહાજરીના આંકડાઓ ઝોનલ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેની વિસ્તૃત વિગત નીચે મુજબ છે.ધોરણ 1018-06-2026ના રોજ સંસ્કૃત અને હિન્દી વિષયની પરીક્ષા લેવાઈ હતી. સંસ્કૃત વિષયમાં ગુજરાતી માધ્યમમાં કુલ 224 વિદ્યાર્થીઓમાંથી 168 હાજર અને 56 ગેરહાજર રહ્યા હતા. હિન્દી વિષયમાં કુલ 130 વિદ્યાર્થીઓમાંથી 85 હાજર અને 45 ગેરહાજર રહ્યા હતો. આ સાથે મોરબી ઝોનમાં ધોરણ 10ની પરીક્ષામાં કુલ 354 વિદ્યાર્થીઓમાંથી 168 હાજર અને 101 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.ધોરણ 12સવારના સત્રમાં સંગીત વિષયની પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગુજરાતી માધ્યમમાં કુલ 2 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે બંને ગેરહાજર રહ્યા હતા. જયારે કોમ્પ્યુટર વિષયમાં 2 વિદ્યાર્થીઓ અને ચિત્ર વિષયમાં 1 વિદ્યાર્થી નોંધાયો હતો. જે તમામ હાજર રહ્યા હતા. બપોરના સત્રમાં તત્વજ્ઞાન વિષયની પરીક્ષા લેવાઈ હતી. જેમાં કુલ 32 વિદ્યાર્થીઓમાંથી 26 હાજર અને 6 ગેરહાજર રહ્યા હતા.#Morbi #MorbiUpdate #EducationNews #GujaratBoard #SSCExam2026 #HSCExam2026 #SupplementaryExam #MorbiNews #GujaratiNews