મોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદે ખેડૂતો દ્વારા આજથી આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન આજે ગુરુવારે રાત્રે રામધુનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેતપર ગામ સમસ્ત અને સુધાકર ધૂન મંડળ દ્વારા ગામમાં ભવ્ય રામધૂન રાખવામાં આવી છે. આ કાર્યક્રમ આજે ગુરૂવારના રોજ રાત્રે 8:30 કલાકે જેતપર બસ સ્ટેશન પાસે આવેલી છાવણી ખાતે યોજાનાર છે. આ પવિત્ર રામધૂન કાર્યક્રમમાં જેતપર તેમજ આજુબાજુના ગામના સર્વે ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો અને વડીલોને પધારીને ધર્મલાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Jetpar #RamDhun #KhedutEkta #MorbiUpdate #MorbiNews #ReligiousEvent