પશ્ચિમ રેલવે દ્વારા પરીક્ષાર્થીઓની સુવિધા માટે 2 ફેરા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણયગાંધીનગર: પશ્ચિમ રેલવે દ્વારા રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET-2026) માં બેસનારા ઉમેદવારોની સુવિધા અને મુસાફરોની વધારાની માંગને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રેન સંખ્યા 09554/09553 ઓખા–ગાંધીનગર કેપિટલ-ઓખા સ્પેશિયલ (02 ફેરા)• ટ્રેન સંખ્યા 09554 ઓખા–ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ: શનિવાર, 20 જૂન 2026 ના રોજ ઓખાથી સવારે 05:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 15:00 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે.• ટ્રેન સંખ્યા 09553 ગાંધીનગર કેપિટલ–ઓખા સ્પેશિયલ: રવિવાર, 21 જૂન 2026 ના રોજ ગાંધીનગર કેપિટલથી રાત્રે 20:55 વાગ્યે ઉપડશે અને સોમવાર, 22 જૂન 2026 ના રોજ સવારે 06:40 વાગ્યે ઓખા પહોંચશે.• ટ્રેનના સ્ટોપેજઆ ટ્રેન માર્ગમાં બંને દિશામાં દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, કાનાલુસ, જામનગર, હાપા, પડધરી, રાજકોટ, વાંકાનેર, થાન, મૂળી રોડ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી સ્ટેશન પર ઊભી રહેશે. કોચ અને બુકિંગની માહિતી• કોચની વ્યવસ્થા: આ ટ્રેનમા સ્લીપર તેમજ સામાન્ય શ્રેણી (જનરલ) ના કોચ રહેશે.• બુકિંગ વિગત: ટ્રેન સંખ્યા 09554/09553 નું બુકિંગ 19 જૂન, 2026 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના (કોચ કમ્પોઝિશન) ની વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પર મેળવી શકાય છે#MorbiUpdate #NEET2026 #WesternRailway #SpecialTrain #Okha #Gandhinagar #RailwayNews #StudentFacility