21 ઓગસ્ટથી ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાનો પ્રારંભ થશે, મોરબી જિલ્લાના શ્રદ્ધાળુઓને જોડાવા આહવાનમોરબી: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર “ચલો બુઢા અમરનાથ” સાહસિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા 21 ઓગસ્ટ 2026ના રોજ ભગવતી નગર બેઝ કેમ્પથી પ્રારંભ થશે અને 23 ઓગસ્ટ 2026ના રોજ કટરા ખાતે પૂર્ણ થશે.બુઢા અમરનાથ યાત્રા હિન્દુ સમાજની આસ્થા, ભક્તિ અને રાષ્ટ્રભાવનાનું પ્રતિક છે. મોરબી જિલ્લાના તમામ શ્રદ્ધાળુઓ, યુવાનો, માતા-બહેનો તથા વડીલોને આ પવિત્ર યાત્રામાં જોડાઈ ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.ટ્રેનની વિગતો અને ટિકિટ બુકિંગયાત્રિકોએ પોતાના આવવા-જવાની ટ્રેન ટિકિટ જાતે બુક કરવાની રહેશે. ટ્રેનની વિગત નીચે મુજબ છે:18-8-2026 ના રોજ સવારે 10:05 વાગ્યે રાજકોટ જંકશનથી ઉપડશે (ટ્રેન નં. 12475) જે 19-8-2026 ના રોજ બપોરે 3:00 વાગ્યે જમ્મુતાવી પહોંચાડશે.19-8-2026 ના રોજ સવારે 10:05 વાગ્યે રાજકોટ જંકશનથી ઉપડશે (ટ્રેન નં. 12477) જે 20-8-2026 ના રોજ બપોરે 3:00 વાગ્યે જમ્મુતાવી પહોંચાડશે.યાત્રામાં નોંધણી માટે જરૂરી દસ્તાવેજોટ્રેન બુકિંગ ટિકિટની ઝેરોક્ષઆધાર કાર્ડની ઝેરોક્ષપાસપોર્ટ સાઇઝના 2 ફોટાયાત્રા શુલ્ક રૂ. 2000/-(નોંધ: એકવાર શુલ્ક જમા કરાવ્યા બાદ યાત્રા રદ કરવાના સંજોગોમાં શુલ્ક પરત આપવામાં આવશે નહીં.)માહિતી અને નોંધણી માટે સંપર્ક સૂત્રયાત્રા અંગેની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ સરનામે અને મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે:રૂપેશભાઈમો. 9925777044સરનામું: વ્રજભૂમિ જ્વેલર્સ, નગરદરવાજા અંદર, મેઈન બજાર લાઇન, ચીચા કંદોઈ શેરી પાસે, મોરબી.કૃષપભાઈમો. 8200021022સરનામું: ટેઈલર પોઇન્ટ, સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષ, રામચોક, શનાળા રોડ, મોરબી.#Morbi #MorbiNews #MorbiUpdates #BudhaAmarnathYatra #VHP #BajrangDal #AmarnathYatra2026 #ReligiousYatra