વિવિધ સર્કલો, માર્ગો અને તળાવોનું થશે બ્યુટીફિકેશન : અનેક જગ્યાએ ડ્રેનેજના કામ થશે : વિવિધ વિસ્તારોમાં નવા સ્ટ્રીટ લાઈટ પોલ અને હાઈમાસ્ક ટાવર લગાવાશે : જય બજરંગ અખાડા ખાતે મોર્ડન જીમ બનાવાશે : કુળદેવી પાન અને માધાપર પાન પાસે નવી વેન્ડીંગ માર્કેટનું ડેવલોપમેન્ટ : જુઓ તમામ કામોની યાદી...મોરબી : મોરબી મહાનગરપાલિકાની બીજી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરબી શહેરના વિકાસ માટે કુલ રૂ. 100 કરોડના વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે. આ કામોમાં શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડ્રેનેજ સિસ્ટમ અને અન્ય જનસુખાકારીના કામોનો સમાવેશ થાય છે.મંજૂર કરાયેલા મુખ્ય વિકાસ કામો જોઈએ તો મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ મજબૂત કરાશે. ગૌ-શાળા WTP ખાતે SCADA સિસ્ટમ, પાણી વિતરણ માટે વાલ્વ સિસ્ટમ અને લાતી પ્લોટની શેરી નં. 1 થી 13 માં ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવા સ્ટ્રીટ લાઈટ પોલ અને હાઈમાસ્ક ટાવર લગાવવામાં આવશે. રાણીબાગ ડેવલોપમેન્ટ અને જય બજરંગ અખાડા ખાતે મોર્ડન જીમ બનાવવામાં આવશે. કુળદેવી પાન અને માધાપર પાન પાસે નવી વેન્ડીંગ માર્કેટનું ડેવલોપમેન્ટ કરાશે. વેસ્ટ ઝોન ઓફિસનું પણ નવું ડેવલોપમેન્ટ કરવામાં આવશે.આ ઉપરાંત શહેરની સુંદરતા વધારવા માટે મહારાણા પ્રતાપ (ફ્લાય ઓવરબ્રીજ પર), વાઘજી ઠાકોર, અરુણોદય, સો-ઓરડી, લખધીરસિંહજી, વી.સી. ફાટક, સરદાર પટેલ (નવા બસ સ્ટેશન તથા SDM બંગલો), ત્રિકોણબાગ, ભોજાબાપા, સુપર ટોકીઝ, નગર દરવાજા, સ્વામી વિવેકાનંદ, જૂની શાક માર્કેટ, શિવાજી મહારાજ, ભગતસિંહ, ઉમિયા સર્કલ, રવાપર સર્કલ, બાપા સીતારામ, લીલાપર સર્કલ, શક્ત શનાળા સર્કલ, વાવડી ચોકડી, પંચાસર ચોકડી અને સર્કિટ હાઉસ સર્કલ સહિતના તમામ મુખ્ય સર્કલોનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે.ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ રોડ, ત્રાજપર રોડ, સર્કિટ હાઉસ રોડ, પંચાસર મેઈન રોડ, લીલાપર મેઈન રોડ, રવાપર રોડ, નવલખી રોડ, રીલીફ નગર, G.H. બોર્ડ અને પાલિકાની મુખ્ય કચેરી પાસે ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર લાઈન, ફૂટપાથ અને પ્લાન્ટેશન સહિતના બ્યુટીફિકેશનના કામો હાથ ધરાશે. આ ઉપરાંત ગોકુલનગર તળાવ અને સાવસર તળાવનું પણ બ્યુટીફિકેશન કરવામાં આવશે. અરુણોદય સર્કલ પાસે વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ ડ્રેઈન અને મશ્રી મંદિર, મહેન્દ્ર ઘાટ તથા રવાપર પાસે આવેલ સુએજ પંપીંગ સ્ટેશનનું અપગ્રેડેશન પણ કરાશે.મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના વિવિધ વિકાસ કામોની વિગતવાર યાદી(1) એન્જીનીયરીંગ સ્ટોર ફેઝ-2 ના ડેવલોપમેન્ટનું કામ - રૂ.2,85,00,000(2) સ્ટોર ફેઝ-2 ના ડેવલોપમેન્ટનું કામ - રૂ.16,71,00,000(3) વર્કશોપ ફેઝ-2 ના ડેવલોપમેન્ટનું કામ - રૂ.13,17,00,000(4) હસ્તકના ગૌ-શાળા WTP ખાતે SCADA સીસ્ટમ લગાવવાનું કામ - રૂ.10,00,00,000(5) પાણી વિતરણ માટે વાલ્વ સીસ્ટમ લગાવવાનું કામ - રૂ.2,00,00,000(6) લાતી પ્લોટની શેરી નં.1 થી 13 ડ્રેનેજ લાઇન નાખવાનું કામ - રૂ.5,00,00,000(7) નવા સ્ટ્રીટ લાઇટ પોલ નાખવાનું કામ - રૂ.3,50,00,000(8) જુદી-જુદી જગ્યાઓએ હાઇમાસ્ક ટાવર લગાવવાનું કામ - રૂ.2,00,00,000(9) રાણીબાગ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.2,00,00,000(10) મહારાણા પ્રતાપ (ફ્લાય ઓવરબ્રીજ પર) સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.23,00,000(11) વાઘજી ઠાકોર સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.27,00,000(12) અરૂણોદય સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.16,00,000(13) સો-ઓરડી સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.16,00,000(14) લખધીરસિંહજી સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.16,00,000(15) વી.સી. ફાટક સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.23,00,000(16) સરદાર પટેલ (નવા બસ સ્ટેશન) સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.23,00,000(17) ત્રિકોણબાગ સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.18,00,000(18) ભોજાબાપા સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.23,00,000(19) સુપર ટોકીઝ સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.16,00,000(20) નગર દરવાજા સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.18,00,000(21) સ્વામી વિવેકાનંદ સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.15,00,000(22) જૂની શાક માર્કેટ સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.18,00,000(23) શિવાજી મહારાજ સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.15,00,000(24) ભગતસિંહ સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.23,00,000(25) સરદાર પટેલ (SDM બંગલો) સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.16,00,000(26) ઉમિયા સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.23,00,000(27) રવાપર સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.23,00,000(28) બાપા સીતારામ સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.23,00,000(29) લીલાપર સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.18,00,000(30) શક્ત શનાળા સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.23,00,000(31) વાવડી ચોકડી સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.23,00,000(32) પંચાસર ચોકડી સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.23,00,000(33) સર્કિટ હાઉસ સર્કલ ડેવલોપમેન્ટ કરવાનું કામ - રૂ.23,00,000(34) વેસ્ટ ઝોન ઓફીસના ડેવલોપમેન્ટનું કામ - રૂ.7,97,00,000(35) શુદ્ધ પાણીના વિતરણ માટે 14 વોટર પમ્પીંગ સ્ટેશન ખાતે ક્લોરીન સ્ક્રબર સીસ્ટમ લગાવવાનું કામ - રૂ.5,00,00,000(36) જય બજરંગ અખાડા ખાતે મોર્ડન જીમના ડેવલોપમેન્ટનું કામ - રૂ.2,00,00,000(37) કુળદેવી પાન પાસે વેન્ડીંગ માર્કેટના ડેવલોપમેન્ટનું કામ - રૂ.2,50,00,000(38) માધાપર પાસે વેન્ડીંગ માર્કેટના ડેવલોપમેન્ટનું કામ - રૂ.1,00,00,000(39) ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ રોડ પર ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર લાઇન, પાણીની લાઇન, પોકેટ ગાર્ડન, ફુટપાથ અને પ્લાન્ટેશન વિગેરે જેવું બ્યુટીફિકેશનનું કામ - રૂ.1,00,00,000(40) ત્રાજપર રોડ પર સ્ટ્રોમ વોટર લાઇન, પાણીની લાઇન, પોકેટ ગાર્ડન, ફુટપાથ અને પ્લાન્ટેશન વિગેરે જેવું બ્યુટીફિકેશનનું કામ - રૂ.1,00,00,000(41) સર્કિટ હાઉસ રોડ પર ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર લાઇન, પાણીની લાઇન, પોકેટ ગાર્ડન, ફુટપાથ અને પ્લાન્ટેશન વિગેરે જેવું બ્યુટીફિકેશનનું કામ - રૂ.1,00,00,000(42) પંચાસર મેઇન રોડ પર ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર લાઇન,...