અમારી પાસે દાતરડા અને ખરપિયા છે, જરૂર પડશે તો તેને પણ વાપરશું, ગાંધીગીરીથી નહીં સમજો તો સરદારમાર્ગ પણ અપનાવશુ : ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં મોરબી : મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલન વચ્ચે ખેડૂત અગ્રણી નિલેશ એરવાડિયાએ તંત્ર અને અદાણી કંપની સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતો પોતાના હક અને જમીન બચાવવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. જ્યાં જરૂર પડશે ત્યાં ખેડૂતો ગાંધીગીરી પણ કરશે અને સમય આવ્યે સરદારગીરી બતાવતા પણ અચકાશે નહીં.જો સલ્તનત બદલી શકતા હોઈએ તો થાંભલા તો બહુ નાની વસ્તુ છે'નિલેશ એરવાડિયાએ તંત્રને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, 'જો આ દેશનો ખેડૂત સલ્તનત અને સરકારો બદલી નાખવાની તાકાત ધરાવતો હોય, તો આ થાંભલા તો બહુ નાની વસ્તુ છે. રાતોરાત આ થાંભલા ઉખેડીને ફેંકી દેશું. 36 રૂપિયા કિલોના ભાવના આ થાંભલાઓને 15 રૂપિયામાં ભંગારમાં વેચી નાખશું.' તેમણે વધુમાં ઉમેર્યું કે ખેડૂતોની છાતી પર કોઈ જબરજસ્તીથી થાંભલા ખોડી શકશે નહીં, કારણ કે ત્યાં કાયમ માટે પોલીસ પહેરો ગોઠવી શકાશે નહીં.જરૂર પડ્યે દાતરડા અને ખરપિયાનો ઉપયોગ પણ કરીશુંનિલેશભાઈએ વધુમાં જણાવ્યું કે આજે આ લડતમાં ખેડૂતોની સાથે તેમની બહેનો, દીકરીઓ અને માતાઓ પણ જોડાઈ છે. દાતરડા તેમજ ખરપિયા લઈને જરૂર પડ્યે તેનો ઉપયોગ પણ કરવામાં આવશે. દેશની આઝાદી અને વિકાસમાં હંમેશા ખેડૂતોએ જ બલિદાન આપ્યા છે, કોઈ નેતાઓ શહીદ થયા નથી. પોતાની વિરાસત અને વારસાગત જમીન બચાવવા માટે હવે જગતનો તાત જાગૃત થઈ ગયો છે અને અન્યાય સામે લડી લેવા સજ્જ છે.#MorbiUpdate #Morbi #NileshErvadiya #FarmersProtest #MorbiNews #FarmersIssues #AdaniCompany #GujaratFarmers #BreakingNews