હેવી વીજ લાઈનના વિરોધમાં આજથી જેતપરમાં અન્નદાતાઓએ કર્યો અન્નનો ત્યાગ : સવારે રામજી મંદિરના દર્શન કરી ખેડૂતોએ આંદોલનની કરી શરૂઆતમોરબી : જેતપર ગામે ખેડૂતો દ્વારા વીજલાઈનના યોગ્ય વળતર સહિતના પોતાના હકો માટે ચલાવવામાં આવી રહેલી આંદોલનના હવે વધુ ઉગ્ર બન્યું છે. છેલ્લા 12 દિવસથી ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રતીક ઉપવાસના 13મા દિવસે હવે આજે ગુરુવારથી ખેડૂત આંદોલન પાર્ટ-2 શરૂ કરવામાં આવ્યું છે જેમા અન્નદાતા એટલે કે, ખેડૂતો અન્નનો સંપૂર્ણ ત્યાગ કરી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. આ ઉપવાસ દરમિયાન ખેડૂતો અન્ય કોઈ પણ પ્રકારનું અન્ન કે પ્રવાહી લીધા વિના માત્ર પાણી જ ગ્રહણ કરશે અને જ્યાં સુધી કંપનીની મનમાની બંધ નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા જાહેર કરાયું છે.આંદોલનની શરૂઆત સવારે મોટી સંખ્યામાં ખેડૂતો અને સાધુ-સંતોની હાજરીમાં થઇ છે. તમામ લોકોએ રામજી મંદિરે દર્શન કર્યા બાદ આ આમરણાંત ઉપવાસ આંદોલનના શ્રીગણેશ કર્યા છે. કૈલાશગીરી ગુરૂ મહાદેવગીરી, રતિલાલ શિવાલાલ અમૃતિયા, નેહુલ ધીરજલાલ અમૃતિયા, ભાડજા રામજીભાઈ નાનજીભાઈ, નિલેશભાઈ એરવાડિયા આ પાંચ લોકોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. શુ છે ખેડૂતોની મુખ્ય માંગણીભૂખ હડતાળની જાહેરાત કરનાર ખેડૂતોએ મુખ્ય ત્રણ માંગણી મૂકી છે.1.1885ના ટેલિગ્રાફ એકટની કલમ 10(ડી) મુજબ સંપૂર્ણ નુકશાન વળતર આપવું2.કેન્દ્ર સરકારના વર્ષ 2024ની ગાઈડ લાઈનના પોઇન્ટ નંબર 9 મુજબ એક જ હપ્તામાં એડવાન્સમાં વળતર ચૂકવવુ3.ઉપરોક્ત બન્ને મુદાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ખેડૂતોના ખેતરમાં પોલીસને સાથે રાખી કરવામાં આવતી બળજબરી બંધ કરવીખેડૂતો ગેરમાર્ગે દોરાવાની સાથે સંગઠન તૂટતું હોવાથી રાજકીયપક્ષને નો એન્ટ્રીજેતપર ખાતે શરૂ થયેલ ખેડૂત આંદોલન પાર્ટ ટુ સંપૂર્ણ પણે બિનરાજકીય જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂત નેતા નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, રાજકીય આગેવાનોની એન્ટ્રી થવાથી ખેડૂતો ગેરમાર્ગે દોરાતા હોવાની સાથે ખેડૂતોનું સંગઠન તૂટતું હોવાથી કોઈપણ રાજકીય પાર્ટીમાં હોદ્દો ધરાવતા લોકોને ઉપવાસી છાવણીમાં એન્ટરીની મનાઈ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ ખેડૂતો ગાંધીનગર ખાતે ટ્રેકટર રેલીમાં ગયા બાદ માહોલ બગડતા આ નિર્ણય લેવાયો હોવાનું પણ સ્પષ્ટ બન્યું છે. 20 ખેતરમાં થાંભલા અને 100 ખેતરમાંથી પસાર થાય છે વીજવાયરમોરબીના જેતપર ગામે હળવદ ટ્રાન્સમિશન લાઇન હેઠળ કચ્છના ખાવડાથી હળવદના સાપકડા સ્વીચ સેન્ટર સુધી હેવી વીજલાઈન પહોચાડવા જેતપર ગામના 20 ખેતરોમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને 100 જેટલા ખેતરોમાં વીજ લાઇન પસાર થનાર છે.હાલમાં આઠેક ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે વીજ થાંભલા ઉભા કરવા માટે ખાડા ખોદી નાખવામાં આવ્યા હોવાથી ખેડૂતોએ ચોમાસુ માથે હોવા છતાં સંઘર્ષ ટાળવા પોતાના ખેતરે જવાનું બંધ કર્યું છે.એક લાઈનનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં જ કચ્છ - નાગપુરની બીજી લાઇન માટે નોટિસમોરબીના જેતપર ગામે હળવદ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે 120 ખેડૂતો અસરગ્રત થતા વિવાદ સર્જાયો છે ત્યારે આ વિવાદ પૂર્ણ થયા પહેલા જ કચ્છ નાગપુર 800 કેવી વીજલાઈન નાખવા માટે જેતપરના 18 ખેડૂતોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.