મૂળ ધ્રાંગધ્રાના વૃદ્ધ સગાને ઘરે આવ્યા હતા, કેનાલમાં ઝંપલાવી અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તારણહળવદ : હળવદમાંથી પસાર થતી કેનાલમાં ડૂબી જતાં 80 વર્ષના વૃદ્ધનું મોત થયું છે. પ્રાથમિક તારણ મુજબ આ વૃદ્ધે કોઈ કારણોસર જાતે જ કેનાલમાં ઝંપલાવ્યું હતું. બનાવની જાણ થતાં જ હળવદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ધ્રાંગધ્રાના રહેવાસી અને હાલ હળવદ ખાતે પોતાના સગાના ઘરે આવેલા 80 વર્ષીય વૃદ્ધ ટપુભાઈ રામજીભાઈ મકવાણા આજે વહેલી સવારે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ સવારે 5:30 વાગ્યાની આસપાસ તેઓએ હળવદમાંથી પસાર થતી કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગેની જાણ થતાં હળવદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. હાલમાં લાશને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને પોલીસે આ અંગે નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Halvad #MorbiUpdate #HalvadNews #MorbiNews #GujaratNews #CanalIncident #FireBrigade