11 વાહનચાલકોને રૂ.6000નો દંડ, 7 જેટલા સગીર વિદ્યાર્થીઓને કોર્ટનો દંડ, 2 ઇકો વાન ચાલકોને પણ કોર્ટનો મેમો અપાયો, 1 વાહન ડિટેન કરાયુંમોરબી : મોરબીમાં શાળાઓ શરૂ થયાને એક અઠવાડિયું વીતી ગયું છે ત્યારે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વહેલી સવારે ટ્રાફિક પીઆઇ ડીવી ખરાડીના માર્ગદર્શન હેઠળ 20 જેટલા ટ્રાફિક સ્ટાફ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, વીસી ફાટક અને નવા બસ સ્ટેન્ડ સહિતના વિવિધ પોઈન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શાળાએ જવાના સમયે જ હાથ ધરાયેલા આ ચેકિંગમાં વાહનોના લાયસન્સ, પીયુસી અને વાહનોમાં નિયમ મુજબ બાળકો બેસાડ્યા છે કે કેમ તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીઆ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 11 લોકોને 6000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, 18 વર્ષથી નીચેના 7 જેટલા સગીર વિદ્યાર્થીઓ એક્ટિવા કે અન્ય ટુ-વ્હીલર લઈને નીકળ્યા હોવાથી તેઓને કોર્ટનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમના વાલીઓને પણ કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે. સાથે જ, ક્ષમતા કરતા વધુ બાળકો ભરેલા 2 ઇકો વાહન ચાલકોને પણ કોર્ટનો મેમો આપવામાં આવ્યો છે અને 1 વાહન ડિટેન કરવામાં આવ્યું છે.વાલીઓ અને વાહન ચાલકોને ચેતવણીટ્રાફિક પીઆઇ ડીવી ખરાડીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આગામી સમયમાં પણ સમયાંતરે આ પ્રકારે અચાનક ચેકિંગ ચાલુ જ રહેશે. તેમણે સ્કૂલ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. વધુમાં, વાલીઓને ખાસ ચેતવણી આપતા જણાવ્યું છે કે 18 વર્ષથી નીચેના બાળકોને બાઇક કે સ્કૂટર ચલાવવા ન આપે. જો સગીર વયના બાળકો વાહન ચલાવતા પકડાશે તો માત્ર બાળકો જ નહીં, પરંતુ તેમના વાલી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #TrafficPolice #SchoolSafety #TrafficRules #GujaratPolice #MorbiNews #RoadSafety