મોરબી : જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા પાવડીયારી અને ભરતનગર સબ સ્ટેશનમાં મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આવતીકાલે તારીખ 18/06/26, ગુરુવારના રોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેમા 66 KV પાવડીયારી સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી લેમોરેક્સ ઇન્ડસ્ટ્રીઅલ ફીડર અને ભરતનગર સબ સ્ટેશન નીકળતા 11 કેવી ટીટાનિયમ ઇન્ડસ્ટ્રીઅલ ફીડર બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્યિક અને ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજળીનો પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #ElectricityUpdate #PowerCut #Jetpar #Maintenance #IndustryUpdate