મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળીયા મિયાણા નેશનલ હાઇવે પર રાખોડીયા વાંઢ વિસ્તાર પાસેથી શંકાસ્પદ રીતે પસાર થતા આરોપી રમઝાન મુસાભાઈ કાજેડીયા રહે.કાજરડા ગામ તા.માળીયા મિયાણા વાળાને રૂ.5000ની કિંમતની દેશી બનાવટની એક જામગરી બંદૂક સાથે ઝડપી લઈ માળીયા મિયાણા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.