મોરબીમાં ભૂગર્ભ ગટર પાછળ લાખોનો ખર્ચ છતાં ઠેર - ઠેર ઉભરાતી ગટરોત્રણ મહિનામાં કોન્ટ્રાક્ટરે રૂ.35 લાખની બિલ મૂક્યું છતાં સમસ્યા યથાવતમોરબી : મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળયા બાદ પણ શહેરની ભૂગર્ભ ગટરની સમસ્યાઓનો કોઈ નિકાલ આવ્યો નથી. મહાનગરપાલિકાએ ભૂગર્ભ ગટરની સમસ્યાના ઉકેલ માટે રોબોટ વસાવ્યો હોવા છતાં દિવસે દિવસે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા જટિલ બની ગઈ છે. કોર્પોરેશને ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવા કોન્ટ્રાકટ આપી કામગીરી શરૂ કરતા છેલ્લા ત્રણ મહિનામાં જ 35 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટરે બિલ મૂકી દેવા છતાં શહેરમાં ઠેર - ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ કોર્પોરેશન દ્વારા લોકોની ફરિયાદનો ઝડપી ઉકેલ આવે તે માટે ઓનલાઈન સિસ્ટમ અમલમાં મુકી છે જેમાં દૈનિક વિવિધ ફરિયાદોનો ધોધ વહી રહ્યો છે. હાલની દરરોજ 100 થી 115 જેટલી ફરિયાદો નોંધાઈ છે જેમાં એપ્રિલ - 3089, મેં - 3752 15 જૂન સુધીમાં - 2170 જેટલી ફરિયાદ નોંધાઈ છે. જેમાં સૌથી વધુ ફરિયાદ ભૂગર્ભ ગટર ઉભરાવાની અને બીજા ક્રમે લાઈટની ફરિયાદ આવે છે . હાલ ભૂગર્ભ વિભાગ દ્વારા દરરોજની 25 જેટલી ફરિયાદોનો નિકાલ થતો હોવાનું જણાવાયું છે થાય છે. અને હાલની તકે ભૂગર્ભની 200 જેટલી ફરિયાદો પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે ભૂગર્ભની ફરિયાદ મહિના મુજબજાન્યુઆરી 2026 - 732ફેબ્રુઆરી 2026 - 799માર્ચ 2026 - 732એપ્રિલ 2026 -766મેં 2026 - 93214 જૂન સુધીમાં 593કોન્ટ્રાકટરને ભૂગર્ભ ગટરના જુદા જુદા કામ માટે ચુકવતા નાણાંમોરબી કોર્પોરેશન ભૂગર્ભ ગટરના કામ માટે કોન્ટ્રાકટરને ડિસ્લ્ટીંગ માટે પ્રતિ કલાક ના 536 રૂ. , જેટિંગ માટે પ્રતિ કલાકના 804 રૂપિયા, અને સુપર સક્સન મશીનના 6438 પ્રતિ કલાકના ચુકવવામાં આવે છે અને આ સુપર સક્સન મશીન ડિસેમ્બરમાં કોન્ટ્રાક્ટ ઉપર આપવામાં આવેલ છે. કોન્ટ્રાક્ટમાં મશીનરી તમામ કોર્પોરેશને આપી છે જ્યારે કર્મચારીઓ અને ડીઝલનો ખર્ચ કોન્ટ્રાકટરે ઉપર છે.એકોર્ડ વોટર નામની પેઢીના કોન્ટ્રાકટરે 19 જાન્યુથી કોન્ટ્રાકટ શરૂ કરી માર્ચ સુધીમાં અંદાજે રૂ.35 લાખનું બિલ મૂક્યું છે. છતાં ઠેર ઠેર ગટર ઉભરાવવાની ફરિયાદોનો વધારો થયો છે.કમિશનર સ્વપ્નિલ ખરેની બદલી બાદ સ્થિતિ બગડીમોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરે હતા ત્યાં સુધી ભૂગર્ભ ગટરની સ્થિતિ નિયંત્રણમાં હતી. જો કે, તેમની બદલી થતા જ લોલમલોલ શરૂ થતાં હાલમાં ભૂગર્ભ ગટરની ફરિયાદોનું બે મહિનામાં જ પ્રમાણ બમણાં કરતા વધી ગયું હોવાનું સામે આવ્યું કે.કોર્પોરેટરો ફોન પર ફરિયાદ કરી ભૂગર્ભ સફાઈની સૂચના આપી રહ્યા છેનવા મ્યુનિસિપલ કમિશનરે તમામ કોર્પોરેટરોને ફરજિયાત પણે કોઈપણ બાબત માટે ઓનલાઈન ફરિયાદ કરવા જ આગ્રહ કર્યો હોવા છતાં હાલમાં અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેટરો દ્વારા દૈનિક સરેરાશ 15થી 20 ફરિયાદો દૂર કરવા ભૂગર્ભ સ્ટાફને ટેલિફોનિક સૂચના આપવામાં આવતી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.શહેરની 22 હજાર કુંડઓની ચોમાસા પૂર્વે સફાઈ જરૂરીમોરબી શહેરમાં ભૂગર્ભ ગટરની અંદાજે 22 હજાર કુંડીઓ આવેલી છે.આ કુંડી ભરાય જવા અંગેની ફરિયાદમાં મોટા ભાગે સંપૂર્ણ સફાઈ થતી ન હોવાથી ફરી ફરિયાદો ઉઠે છે ત્યારે ચોમાસા પૂર્વે તમામ કુંડીઓની સફાઈ અનિવાર્ય બની હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે.કોન્ટ્રાકટર હાંફી રહેતા જુના ભૂગર્ભ સ્ટાફને મેદાને ઉતારાયોહાલમાં મોરબી શહેરમાં ભૂગર્ભ ગટર સફાઈ માટે ખાનગી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જે 35 લોકોની ટીમ અને કોર્પોરેશનની મશીનરી સાથે કામ કરે છે જો કે, હાલની સ્થિતિમાં કોન્ટ્રાકટર હાંફી જતા અને 200 જેટલી ફરિયાદો પેન્ડિંગ રહેતા કોર્પોરેશને અગાઉ ભૂગર્ભ કામગીરી કરતા અનુભવી 22 લોકોની ટીમને ફરી મેદાનમાં ઉતારી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.