મોરબી કોર્ટ મુદત પૂર્ણ કરી જીકિયારી જતા હતા ત્યારે બનેલી ઘટનામોરબી : મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા પિતા પુત્ર મોરબીથી બાઈક લઈને પોતાના ઘેર જતા હતા ત્યારે નીચી માંડલથી વાંકડા જવાના રસ્તે સ્કોર્પિયો ચાલકે બાઇકને ઠોકર મારતા પિતા પુત્રને ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક નાસી ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા પ્રાણજીવનભાઈ ત્રિભોવનભાઈ બાવરવા ઉ.65 નામના ખેડૂતે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા સ્કોર્પિયો વાહન ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.15ના રોજ સાંજના સમયે તેઓ મોરબી કોર્ટ મુદત પતાવી પરત પોતાના પુત્ર મેહુલ સાથે ઘરે જતા હતા ત્યારે નીચી માંડલથી વાંકડા જવાના રસ્તે અજાણ્યા સ્કોર્પિયો ચાલકે પાછળથી બાઇકને ઠોકર મારતા પિતા - પુત્રને ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.