75 વર્ષના વૃદ્ધ દર્દીને ઓક્સિજન લેવલ 20%, હાર્ટ એટેક અને એસ્પિરેશન ન્યુમોનિયા જેવી ગંભીર સ્થિતિમાંથી માત્ર 4 દિવસમાં સ્વસ્થ કરી રજા અપાઈમોરબી (પ્રમોશનલ આર્ટિકલ): 09 જૂન, 2026 ના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સંપૂર્ણ બેભાન હાલતમાં આવ્યા હતા. દર્દી ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 20% હતું. આ ઉપરાંત દર્દીનું બીપી માપી ન શકાય એટલું ઓછું હતું, તેમને હૃદયનો હુમલો આવેલો હતો અને એસ્પિરેશન ન્યુમોનિયા નામની જીવલેણ અને ગંભીર બીમારી પણ સાથે લાગુ પડેલી હતી.દર્દીની ખૂબ જ ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતા તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર લઈ ડૉ. સત્યજીતસિંહ જાડેજાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. સચોટ નિદાન અને સઘન સારવારના પગલે, દર્દીને આટલી ગંભીર બીમારીઓ એકસાથે હોવા છતાં, માત્ર 4 દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ કરી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દર્દીના સગાઓએ લાગણીભર્યા શબ્દોમાં ડૉક્ટર અને આયુષ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 'અમને અમારા બાની કન્ડિશન જોતા બચવાની કોઈ પણ શક્યતા નહોતી લાગતી, આપનો અને આયુષ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર.'#MorbiUpdate #AyushHospital #MorbiNews #Healthcare #MedicalMiracle #HealthNews #Morbi #DrSatyajitsinhJadeja