બેફિકરાઈથી વાહન ચલાવતા ચાલકે સર્જ્યો અકસ્માત, સદનસીબે અનેક લોકોનો આબાદ બચાવમોરબી : મોરબીની ત્રાજપર ચોકડી પાસે એક મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ છે. અહીં એક બેફિકરાઈથી વાહન ચલાવતા ટ્રક ચાલકે ઓવર હાઈટ માલસામાન ભરેલા ટ્રકને ઓવરબ્રિજ સાથે અથડાવી દીધો હતો.ઓવરબ્રિજ સાથે ટ્રકની ટક્કર થતાં જ ટ્રકમાં ભરેલો ભારેખમ માલસામાન નીચે રોડ પર પટકાયો હતો. અકસ્માતના સમયે ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહેલા અનેક વાહનચાલકો અને રાહદારીઓ માત્ર અડધા ફૂટના અંતરે રહી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાની ટળી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગ કરનારા ચાલકો તેમજ ઓવર હાઈટ વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.#Morbi #Accident #TrajparChokdi #TruckAccident #MorbiTraffic #MorbiUpdates #PublicSafety