ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને કન્ટેનર યાર્ડને કારણે 24 કલાક મોટા વાહનોની અવરજવર: ફાટક નાનું હોવાથી બે મોટા વાહનો સામસામે પસાર ન થઈ શકતા ટ્રાફિકની સમસ્યામોરબી: મોરબીના રફાળેશ્વર રેલવે સ્ટેશનથી મોરબી તરફ અંદાજે 500 મીટર આગળ આવેલા રેલવે ફાટક પાસે રોજબરોજ સર્જાતી ગંભીર ટ્રાફિક જામની સમસ્યાના કાયમી નિરાકરણ માટે વેસ્ટર્ન રેલવેના રેલવે મેનેજરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.રફાળેશ્વર રેલવે ફાટકની બાજુમાં જ કન્ટેનર યાર્ડ આવેલું છે અને આસપાસનો સમગ્ર વિસ્તાર ભારે ઉદ્યોગો ધરાવતો હોવાથી અહીંથી દિવસ-રાત 24 કલાક મોટા ટ્રક અને કન્ટેનર જેવા ભારે વાહનોની અવરજવર રહે છે. આ ફાટકની ભૌગોલિક સ્થિતિ એવી છે કે એક રોડ ફાટક ક્રોસ કરે છે અને બીજો રોડ રેલવે ટ્રેકને સમાંતર પસાર થાય છે.મુખ્ય સમસ્યા એ છે કે આ રેલવે ફાટક ખૂબ જ નાનું અને પહોળાઈમાં સાંકડું હોવાથી એકસાથે બે મોટા ટ્રક કે કન્ટેનર સામસામેથી પસાર થઈ શકતા નથી. આથી જ્યારે જ્યારે રેલવે ફાટક બંધ થઈને ખુલે ત્યારે ટ્રાફિક જામ સર્જાય છે. આ જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રેલવે ક્રોસિંગના ફાટકને પહોળાઈમાં મોટું (પહોળું) કરવું જરૂરી છે. આથી, વાહનચાલકોની સુવિધા અને ઔદ્યોગિક પરિવહનની સરળતા માટે રેલવે તંત્ર દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.#Morbi #Rafaleshwar #RailwayCrossing #TrafficJam #WesternRailway #MorbiUpdates #IndustrialArea #TrafficIssue