જય સિદ્ધનાથ શૈક્ષણિક સમિતિ દ્વારા આયોજન: ગ્રામજનોને સપરિવાર ઉપસ્થિત રહેવા આમંત્રણમોરબી: જીવાપર ગામમાં અભ્યાસ કરતા દીકરા-દીકરીઓને પ્રોત્સાહિત કરવા અને તેમનામાં શિક્ષણ પ્રત્યે વધુ રુચિ જાગે તેવા હેતુથી આવતીકાલે તારીખ 18/06/2026ને ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે જીવાપર ગામના ચોકમાં ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમનું આયોજન જય સિદ્ધનાથ શૈક્ષણિક સમિતિ - જીવાપર દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. જેથી તેમનો આત્મવિશ્વાસ વધે. જય સિદ્ધનાથ શૈક્ષણિક સમિતિ દ્વારા ગામના તમામ લોકોને સપરિવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. #Morbi #Jivapar #EducationNews #StudentAward #PrizeDistribution #MorbiUpdate #GujaratNews