મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ આરટીઓ દ્વારા એક મહિનામાં 43.81 લાખનો દંડ વસુલએક જ મહિનામાં આરટીઓ દ્વારા 1436 વાહન ચાલકો સામે કેસ કરી સમાધાન શુલ્ક રૂપે આકરો દંડ વસુલાયોમોરબી : મોરબી શહેર જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા અને વાહનચાલકોમાં શિસ્ત લાવવાના હેતુથી આર.ટી.ઓ. વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ 1436 વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને રૂ. 43,81,827નો અધધ દંડ ફટકારવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાફિક સમસ્યાથી ઘેરાયેલ મોરબી શહેર અને જિલ્લામાં આરટીઓ દ્વારા ઝુંબેશ હાથ ધરી નિયમભંગ કરતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પી.યુ.સી. વગર ફરતા વાહનો સામે 367 કેસ નોંધી રૂ. 1.83 લાખનો દંડ વસૂલાયો હતો. જ્યારે સૌથી મોટી રકમનો દંડ ‘ઓવર લોડ’ વાહનો પાસેથી વસૂલવામાં આવ્યો છે, જેમાં માત્ર 141 કેસમાં જ રૂ. 20,10,827 નો તોતિંગ દંડ ફટકારાયો છે. આ ઉપરાંત ઓવર ડાઈમેન્શનના 93 કેસમાં રૂ. 4.76 લાખ અને ફીટનેશ સર્ટિફિકેટ વગર દોડતા 154 વાહનો પાસેથી રૂ. 7.70 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.સલામતીના નિયમોની વાત કરીએ તો, થર્ડપાર્ટી વીમા વગરના 220 વાહનો, રીફ્લેક્ટર કે રેડીયમ પટ્ટી ન લગાવી હોય તેવા 200 વાહનો અને ભયજનક રીતે વાહન ચલાવતા 32 ચાલકો સામે પણ આકરા પગલાં લેવાયા છે. આ સિવાય હેલ્મેટ વગરના 54 અને સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેવા 122 વાહનચાલકો તેમજ વ્હાઇટ લાઇટ LED અને RUPD/SUPD ના નિયમોનો ભંગ કરનારાઓ પણ પોલીસની નજરમાંથી બચી શક્યા નથી. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રાખવાની અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડક હાથે કામ લેવાની ચીમકી આપવામાં આવી છે.નિયમભંગ બદલ વાહન ચાલકો પાસેથી વસુલ કરવામાં આવેલ દંડગુનાનો પ્રકાર / ચેકિંગ# કેસની સંખ્યા# દંડની રકમઓવર લોડ #141# 2010827ઓવર ડાઈમેન્શન #93# 476500વાઈટ લાઈટ/એલઇડી ચેકિંગ #25# 25000RUPD/SUPD ચેકિંગ# 28# 28000રીફ્લેક્ટર/ રેડીયમ પટ્ટી# 200# 200000થર્ડપાર્ટી વીમા વગર #220 #440000ભયજનક રીતે વાહન ચલાવવું# 32 #160000પી. યુ. સી. ચેકિંગ #367# 183500ફીટનેશ વગર વાહન ચલાવવું# 154 #770000હેલ્મેટ# 54 #27000સીટ બેલ્ટ #122# 61000--- --- ---કુલ ટોટલ # 1,436# 43,81,827