મોરબી : મોરબી શહેરમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ગઈકાલે બપોરના સમયે જીજે -17 - યુયુ - 8177 નંબરના ટ્રક ચાલકે પુરપાટ ઝડપે બેફિકરાઈથી પોતાનો ટ્રક ચલાવી ડિવાઈડર કુંદાવી રોડની સામેની તરફ ટ્રક જવા દેતા એક વીજ પોલ તોડી નાંખવાની સાથે સામેની તરફથી આવતી ફરિયાદી ડૉક્ટર પ્રવીણકુમાર મનસુખભાઇ વઘાસિયા રહે.ઉમા ટાઉનશીપ વાળાની જીજે -36 - એપી - 4046 નંબરની ટાટા કર્વ કારને હડફેટે લઈ નુકશાન પહોંચાડતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.