રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં, થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો ટંકારા : ટંકારા નજીક આવેલા સાવડી ગામના પુલ પર એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પુલ પર ડમ્પર, રિક્ષા અને ટ્રેક્ટર એમ ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેનો બુકડો બોલી ગયો હતો. જોકે, મોટી રાહતની વાત એ છે કે આટલા ભયાનક નુકસાન છતાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આ અકસ્માતમાં લોકોને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે સાવડીના પુલ પર થોડી વાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો.#MorbiUpdate #Tankara #Savdi #AccidentNews #MorbiNews #RoadAccident #GujaratNews