ફેક્ટરીમાંથી થયેલી વણઉકેલાયેલી ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો: 1.97 લાખનો મુદ્દામાલ જપ્તમોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક કારખાનામાંથી થયેલી કોપર વાયરની વણઉકેલાયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાપર ગામના પાટિયા પાસેથી આરોપી ઝડપાયામળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. 1210/2026 બી.એન.એસ કલમ 305(એ), 331(2)(3)(4), 54 મુજબ નોંધાયેલા વણશોધાયેલા ગુના સંદર્ભે તપાસ ચાલુ હતી. દરમિયાન બાતમી મળી હતી કે ચોરીના ગુનાને અંજામ આપનાર ઇસમો મોરબી-જેતપર રોડ પર સાપર ગામના પાટિયા પાસે ગાળા તરફ જવાના રસ્તે આવેલા ભંગારના ડેલા પાસે છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓની વિગત: 1. વિકાસભાઇ અનિલભાઇ લોરીયા (રહે. હાલ માળીયા ફાટક પાસે, કાંતીનગર, મોરબી) 2. સાગરભાઈ મેરામભાઇ સોલંકી (રહે. મેધપર, તા. માળીયા મિયાણા, જી. મોરબી) 3. ઈશ્વરભાઈ ગોપીલાલભાઈ ગુર્જર (રહે. સાપર ગામ, તા.જી. મોરબી, મૂળ રહે. ચાંદરસ, તા. માંડલ, જી. ભીલવાડા, રાજસ્થાન)પકડવાના બાકી આરોપીઓ 1. રવિભાઇ લાખાભાઇ સોલંકી (રહે. મેધપર, તા. માળીયા, હાલ મોરબી) 2. સચિનભાઇ લાખાભાઇ સોલંકી (રહે. મેધપર, તા. માળીયા મિયાણા, હાલ રહે. મોરબી)1.97 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત શુદ્ધ કોપર વાયર: 81 કિલોગ્રામ (કિંમત રૂ. 97,200)બોલેરો વાહન: નં. GJ 36 T 7013 (કિંમત રૂ. 1,00,000)કુલ મુદ્દામાલ: રૂ. 1,97,200મુખ્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી વિકાસભાઇ અનિલભાઇ લોરીયા અગાઉ પણ મોરબી તાલુકા અને મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી, પ્રોહિબિશન (દારૂબંધી), એમ.વી. એક્ટ અને જુગાર ધારા હેઠળના 5 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે.કામગીરી કરનાર પોલીસ ટીમઆ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ ઇન્સપેક્ટર એન.એસ.ઘેટીયા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર સી.એસ.સોંદરવા અને સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiNews #MorbiPolice #CrimeNews #TheftCaseSolved #MorbiUpdates