મોરબી : મોરબી ઝોનમાં જૂન 2026 ની ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે. તારીખ 16-06-2026 ના રોજ લેવાયેલી વિવિધ વિષયોની પરીક્ષામાં વિદ્યાર્થીઓની હાજરી અને ગેરહાજરીના આંકડાઓ ઝોનલ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેની વિસ્તૃત વિગત નીચે મુજબ છે.ધોરણ 10 (SSC ઝોન 125)16-06-2026 ના રોજ ગુજરાતી અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાઈ હતી. ગુજરાતી (FL) 01 વિષયમાં ગુજરાતી માધ્યમમાં કુલ 317 વિદ્યાર્થીઓમાંથી 218 હાજર અને 99 ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી (FL) 04 વિષયમાં અંગ્રેજી માધ્યમમાં કુલ 3 વિદ્યાર્થીઓમાંથી 2 હાજર અને 1 ગેરહાજર રહ્યો હતો. આ સાથે મોરબી ઝોનમાં ધોરણ 10 ની પરીક્ષામાં કુલ 320 વિદ્યાર્થીઓમાંથી 220 હાજર અને 100 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.ધોરણ 12 સામાન્ય પ્રવાહ (HSC ઝોન 35)સવારના સત્રમાં નામનાં મૂળતત્વો - 154 વિષયની પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગુજરાતી માધ્યમમાં 122 હાજર અને 31 ગેરહાજર મળી કુલ 153 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 1 હાજર અને 1 ગેરહાજર મળી કુલ 2 વિદ્યાર્થીઓ હતા. આમ સવારના સત્રમાં કુલ 155 વિદ્યાર્થીઓમાંથી 123 હાજર અને 32 ગેરહાજર રહ્યા હતા. બપોરના સત્રમાં હિન્દી SL - 009 વિષયની પરીક્ષા લેવાઈ હતી. જેમાં હિન્દી માધ્યમમાં કુલ 11 વિદ્યાર્થીઓમાંથી 4 હાજર અને 7 ગેરહાજર રહ્યા હતા.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (HSC ઝોન 35)વિજ્ઞાન પ્રવાહમાં 16-06-2026 ના રોજ રસાયણ વિજ્ઞાન - 52 વિષયની પરીક્ષા લેવાઈ હતી. ગુજરાતી માધ્યમમાં કુલ 253 વિદ્યાર્થીઓમાંથી 188 હાજર અને 65 ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં કુલ 27 વિદ્યાર્થીઓમાંથી 22 હાજર અને 5 ગેરહાજર રહ્યા હતા. આમ વિજ્ઞાન પ્રવાહમાં કુલ 280 વિદ્યાર્થીઓમાંથી 210 હાજર રહ્યા હતા જ્યારે 70 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.#Morbi #MorbiUpdate #EducationNews #GujaratBoard #SSCExam2026 #HSCExam2026 #SupplementaryExam #MorbiNews #GujaratiNews