અરજદાર ખેડૂતો સહાયથી વંચિત ન રહી જાય તે માટે ખરીદી કે વાવેતરના બિલો સાથેની દરખાસ્ત સમયમર્યાદામાં રજૂ કરવા અનુરોધમોરબી : ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરી પૂર્વ મંજૂરી મેળવેલ છે, પરંતુ હજુ સુધી જરૂરી સાધનિક કાગળો કચેરીએ રજૂ કર્યા નથી; તેવા તમામ અરજદારો સહાયના લાભથી વંચિત ન રહી જાય તે હેતુથી પૂર્વ મંજૂરી મેળવેલ તમામ બાગાયતદારોએ નિયત સમયમર્યાદામાં ખરીદી કે વાવેતર પ્રક્રિયા પૂર્ણ કરી, તેના અસલ બિલો સહિતના અન્ય જરૂરી આધાર-પુરાવાઓ સાથેની દરખાસ્ત ‘નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. 226-227, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી’ ના સરનામે અચૂક રજૂ કરવાની રહેશે.લાભાર્થી ખેડૂતોએ સૌપ્રથમ આઈ-ખેડૂત પોર્ટલ 2.0 (ikhedut.gujarat.gov.in) પર પોતાની અરજીની વિગત મુજબના જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ, ખરીદી કે વાવેતરના બિલો અને અન્ય દસ્તાવેજો સાથેની ભૌતિક દરખાસ્ત ઉપરોક્ત લાલબાગ સ્થિત કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. આ યોજનાકીય સહાય અંગે વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે ખેડૂત મિત્રો કચેરીના સત્તાવાર ફોન નંબર 02822-24124 પર સંપર્ક સાધી શકે છે તેવું મોરબી જિલ્લા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.