મેઇન્ટેનન્સ અને નવા કામોની કામગીરીને પગલે સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી : મોરબીમાં પીજીવીસીએલ (PGVCL) દ્વારા વીજ લાઈનોના સમારકામ અને નવા કામોની કામગીરીને પગલે આવતીકાલે તારીખ 17-06-2026 ને બુધવારના રોજ મોરબી શહેર અને ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી જેલ રોડ ફીડરમાં નવા કામની કામગીરી તેમજ ફીડર સમારકામને પગલે વણકરવાસ અને રબારીવાસ, વાલ્મીકીવાસ, વજેપરનો તમામ વિસ્તાર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ અને ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ અને ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલથી લઈને વાંકાનેર દરવાજા સુધીના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા અમરનગર અને દાદાશ્રીનગર ગામો, રોડ ઉપર આવેલા તમામ કોમ્પ્લેક્ષો તેમજ આ ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા વીજપુરવઠાના મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આવતીકાલ તારીખ 17/06/2026 ને બુધવારના રોજ ઔદ્યોગિક વિસ્તારોમાં વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. 66 KV બેલા સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV સત્યમ ઇન્ડસ્ટ્રીયલ અને સ્ટેનફોર્ડ ફીડર અને પાવાડીયારી સબ સ્ટેશનમાંથી નીકળતા લેમસ્ટોન ઇન્ડસ્ટ્રીયલ ફીડરોમાં વીજકાપ રહેશે.વાયર બદલવાની મેઇન્ટેનન્સ કામગીરી માટે સવારે 8:00 થી સાંજના 17:00 વાગ્યા સુધી ઉપરોક્ત વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડરો હેઠળ આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (HT) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.#Morbi #MorbiNews #MorbiUpdate #PGVCL #PowerCut #Maintenance #MorbiUpdateNews #Electricity #GujaratNews #MorbiIndustrial