મોરબી: મોરબી જિલ્લા પંચાયત કચેરીની પંચાયત શાખા દ્વારા સામાન્ય સભાની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ બેઠક આવતીકાલે તારીખ 17/06/2026 ને બુધવારના રોજ બપોરે 12:00 કલાકે શોભેશ્વર રોડ પર આવેલા જિલ્લા પંચાયત ભવનના સભાખંડ (રૂમ નં. 19) માં મળશે. જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે. તાજેતરમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ગીતાબેન દુબરીયા, ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ગરચર, કારોબારી ચેરમેન તરીકે મનિષકુમાર કાંજીયા, પક્ષના નેતા તરીકે સવિતાબેન રાઠોડ અને દંડક તરીકે કાજલબેન વિઠ્ઠલાપરાની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આવતીકાલે ખાસ સામાન્ય સભા યોજવામાં આવનાર છે. જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે. ઉપરાંત આ બેઠકમા ગત બેઠકના ઠરાવોની અમલવારીની સમીક્ષા કરી બહાલી આપવામાં આવશે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની વિવિધ કલમો હેઠળ જિલ્લા પંચાયતને મળેલા અધિકારો સોંપવામાં આવશે. સદસ્યો તરફથી રજૂ થયેલા કોઈ પ્રસ્તાવ હોય તો તેના પર ચર્ચા કરવામાં આવશે. #Morbi #MorbiUpdate #MorbiNews #MorbiDistrictPanchayat #PanchayatMeeting #GujaratNews