સભામાં સભાસદો માટે 15% ડિવિડન્ડ અને વિશેષ ભેટ આપવાનો મહત્વનો નિર્ણય લેવાયોમાળિયા (મિયાણા): માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મોરબીની 62મી વાર્ષિક સાધારણ સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક સાધારણ સભામાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.સહકારી ક્ષેત્રના અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિઆ સાધારણ સભામાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ ડી. કો. ઓપ બેંક લી.ના વાઇસ ચેરમેન તેમજ કૃભકો (ન્યુ દિલ્હી) અને ગુજકોમાસોલ અમદાવાદના ડિરેક્ટર મગનભાઈ વડાવિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ ડિ. કોપ. ઓફ બેંક લી.ના ડિરેક્ટર વિડજા, મોરબી તાલુકા સંઘના પ્રમુખ નવીનભાઈ ફેફર, મોરબી માળીયા પ્રોસેસિંગ કો. ઓપ સોસાયટી લી.ના પ્રમુખ બાબુભાઈ ઉધરેજા તેમજ મોરબી યાર્ડના ચેરમેન, રાજકોટ જિલ્લા અર્થ સંઘના ડિરેક્ટર અને માળીયા તાલુકા સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં માળીયા તાલુકા સંઘના ઉપપ્રમુખ અજરાજસિંહ રાઠોડ, જિલ્લા ખ/વે સંઘના ડિરેક્ટર જયંતીભાઈ દેત્રોજા, કૃભકો મેનેજર સોરઠીયા, આરડીસી બેંક માળીયા શાખાના મેનેજર તેમજ વ્યવસ્થાપક કમિટીના સભ્યો, સભાસદ ભાઈઓ અને વિવિધ સરકારી મંડળીના મંત્રીઓ સહિત સરકારી કર્મચારીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સભાસદો માટે 15% ડિવિડન્ડ અને ભેટની જાહેરાત આ વાર્ષિક સાધારણ સભા દરમિયાન સંઘના વિકાસ કાર્યોની ચર્ચા સાથે મુખ્ય એજન્ડા અન્વયે સભાસદો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સંઘ દ્વારા સભાસદો માટે 15% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ સંઘ સાથે જોડાયેલા તમામ સભાસદોને વિશેષ ભેટ આપવાનું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.#Morbi #Maliya #CooperativeSociety #AnnualGeneralMeeting #MorbiNews #MorbiUpdate #Dividend #Gujarat