5 થી 17 વર્ષના બાળકોને ભગવદ્દ ગીતા, વૈદિક ગણિત સહિતની પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવશે, સર્ટિફિકેટ પણ અપાશેમોરબી : ઇસ્કોન કઠવાડા દ્વારા બાળકોમાં મૂલ્યોનું સંવર્ધન કરવા અને તેમના ભવિષ્યને પ્રેરણા આપવાના હેતુથી એક વિશેષ ઓનલાઇન સ્કૂલ 'Gop@l’s Fun e-SCHOOL' શરૂ કરવામાં આવી રહી છે. આ ઓનલાઇન સ્કૂલ આગામી તારીખ 20/6/2026 ને શનિવારથી શરૂ થશે. ગુજરાતના તમામ બાળકો આ ઓનલાઇન સ્કૂલનો તદ્દન ફ્રીમાં લાભ લઇ શકશે અને કોર્સ પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ પણ મેળવી શકશે.આ ઓનલાઇન સ્કૂલમાં 5 થી 17 વર્ષના બાળકો જોડાઈ શકશે. જેમાં બાળકોને ભગવદ્દ ગીતા, વૈદિક ગણિત, કૃષ્ણની વાર્તાઓ, મહાભારતની વાર્તાઓ, શાસ્ત્રોના શ્લોક કંઠસ્થ કરવાની રીત, સંગીતના સાધનો શીખવા તેમજ અન્ય ઘણીબધી આનંદદાયક પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.આ અંગે ડો. અતુલ વિષ્ણુ દાસે જણાવ્યું હતું કે આ સ્કૂલથી બાળકોમાં સકારાત્મક વિચારોનો વધારો થશે. સાથે જ બાળકમાં સહનશીલતા, આત્મવિશ્વાસ, ધૈર્ય અને ભગવદ્દ ગીતાના જ્ઞાનમાં વધારો થશે, જેથી બાળકનું મનોબળ વધુ મજબૂત બનશે. વધુમાં વધુ બાળકો આ ઓનલાઇન સ્કૂલમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.આ ઓનલાઇન સ્કૂલમાં જોડાવા માટે નીચે આપેલ વોટ્સએપ લિંક પર ક્લિક કરવા જણાવાયું છે.[chat.whatsapp.com/CFrFMSvwVVR5URtCXpJfGk?mode=gi_t](chat.whatsapp.com/CFrFMSvwVVR5URtCXpJfGk?mode=gi_t)વધુ માહિતી માટે ડો. અતુલ વિષ્ણુ દાસના મોબાઈલ નંબર 7016707756 પર સંપર્ક કરવા જણાવાયું છે.#MorbiUpdate #ISKCON #OnlineSchool #FreeEducation #BhagavadGita #GopalsFunESchool #GujaratChildren #VedicMaths