આંગણવાડી ખાતે 46 કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ કરાઈ, મહિલાઓને બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃત કરાયામોરબી : તારીખ 15 જૂનના રોજ આઇ.સી.ડી.એસ. મોરબી ઘટક-2 ના સીડીપીઓ ભાવનાબેન ચારોલાના માર્ગદર્શન હેઠળ અને નવા નાગડાવાસ ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી ભરતનગર સેજાના નવા નાગડાવાસ આંગણવાડી ખાતે એક વિશેષ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ અને મહિલાઓમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સર તથા સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે આ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકર, સીડીપીઓ ભાવનાબેન ચારોલા, શાશ્વત ગ્રુપ હોસ્પિટલના બાળકોના કેન્સર નિષ્ણાત ડો. અક્ષય કામલે, સેન્ટર હેડ ડો. અંકિતા પટેલ, મેડિકલ ઓફિસર ડો. વિશ્વાબેન, નવા નાગડાવાસના સરપંચ તથા ગામના અગ્રણી સુખાભાઇ ડાંગર તેમજ મુખ્ય સેવિકા પૂર્વીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આજુબાજુના વિસ્તારના આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, ગ્રામજનો અને લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.ગુજરાત સરકારના કુપોષણ નિવારણ માટેના પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ હેલ્થ કેમ્પમાં શાશ્વત હોસ્પિટલ ગ્રુપના ડો. અક્ષય કામલે દ્વારા આસપાસના વિસ્તારના 46 બાળકોની સઘન આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને તેમના વાલીઓને સ્વાસ્થ્ય અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ ડો. અંકિતા પટેલ દ્વારા ઉપસ્થિત તમામ મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના લક્ષણો, બચાવ અને સારવાર અંગે વિગતવાર માહિતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #PoshanSangam #HealthCamp #ICDSMorbi #Anganwadi #CancerAwareness #NavaNagdavas #GujaratiNews