સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી રવાપર રોડ પર 0 થી 15 વર્ષના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશેમોરબી: મોરબીમાં દર વખતની જેમ આ વખતે પણ પુષ્ય નક્ષત્રના દિવસે બાળકોની રોગપ્રતિકારક શક્તિ અને બુદ્ધિનો વિકાસ કરતા સુવર્ણપ્રાશનના ટીપાં વિનામૂલ્યે પીવડાવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી આગામી તારીખ 18-06-2026 ને ગુરુવારના રોજ રવાપર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીના હનુમાનજી મંદિર ખાતે સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી મેગા કેમ્પ યોજાશે. જેમાં 0 થી 15 વર્ષ સુધીના તમામ બાળકોને ફ્રીમાં સુવર્ણપ્રાશનના અર્કનો લાભ આપવામાં આવશે.આ કેમ્પને સફળ બનાવવા માટે ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીના સભ્યો દ્વારા ફ્રી સેવાઓ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ચાલતા આ કેમ્પમાં દર વખતે અંદાજિત 150 જેટલા બાળકો આ સેવાનો લાભ લે છે. મોરબીની તમામ સોસાયટીના વાલીઓને પોતાના બાળકોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે આ કેમ્પનો મહત્તમ લાભ લેવા તેમજ વધુ માહિતી માટે મો. નં. 9427213999 પર સંપર્ક કરવા જણાવ્યું છે#Morbi #MorbiNews #Suvarnaprashan #FreeCamp #ChildHealth #MorbiUpdates #PushyaNakshatra