ખેડૂતોના હક્ક માટે આંદોલન પાર્ટ-2ની જાહેરાત, મોરબી જિલ્લા તેમજ અન્ય જિલ્લાના ખેડૂતો પણ ઉપવાસમાં જોડાશેમોરબી : વીજલાઈનના વળતર મુદ્દે જેતપરથી શરૂ થયેલી લડત એક આંદોલનમાં પરિણમી હતી. પરંતુ આ આંદોલનના ભાગરૂપે આયોજિત ગાંધીનગર કૂચમાં રાજકીય રંગ જોવા મળ્યા હતા. એકંદરે ખેડૂતો એક તરફ રહી ગયા હતા અને બે પક્ષો વચ્ચેની રાજનીતિએ આંદોલનને નિષ્ફળ બનાવ્યું હતું. ત્યારે હવે જેતપરના ખેડૂતોએ આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરી દીધી છે.મોરબીના જેતપર ગામે ખેડૂતોની એક મહત્વની મીટિંગ યોજાઈ હતી, જેમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અને હક માટે આગામી રણનીતિ ઘડવામાં આવી છે. મયુર જાકાસણીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતોના આંદોલનનો પાર્ટ 1 ગઇકાલે પૂર્ણ થયો છે અને હવે પાર્ટ 2 હેઠળ આમરણાંત ઉપવાસની શરૂઆત કરવામાં આવશે. આગામી ગુરુવારના રોજ સવારે 9 વાગ્યે સાધુ-સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. આ આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય રહેશે, જેમાં કોઈપણ રાજકીય પક્ષને સામેલ થવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ આમરણાંત ઉપવાસમાં જેતપર ગામ, મોરબી જિલ્લા અને સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાશે. ખેડૂતોએ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી સરકાર દ્વારા તેમના હક આપવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલન યથાવત ચાલુ રાખવામાં આવશે.#MorbiUpdate #MorbiNews #Jetpar #FarmersProtest #KisanAndolan #GujaratFarmers #Morbi