આસપાસના ગામોની શાળાઓમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નોટબુક અને ટી-શર્ટનું પણ વિતરણ કરવામાં આવ્યુંમોરબી: શિક્ષણના પ્રોત્સાહન માટેની પોતાની સતત પ્રતિબદ્ધતાના ભાગરૂપે, દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. દેવ સોલ્ટ કાર્યક્ષેત્રની આસપાસ આવેલા તમામ ગામોની શાળાઓમાં આયોજિત વર્ષ 2026 ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને સ્કૂલ-બેગ તથા જરૂરી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓને નોટબુકો પણ આપવામાં આવી હતી.આ વિતરણ કાર્યક્રમમાં કંપનીના જનરલ મેનેજર ટોમી એન્ટોની, ડૉ. દિવ્યમ ધોકિયા, પાર્થ પંચાલ, રમજાન જેડા તથા તાજમામદ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વ્યક્તિગત રીતે વિતરણ કર્યું હતું અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.સ્કૂલ-બેગ અને જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપરાંત, ફાઉન્ડેશન દ્વારા ગયા વર્ષે પ્રથમ વખત કાર્યક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવેલી કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓને ટી-શર્ટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો વિદ્યાર્થીઓએ ખુશીભેર સ્વીકાર કર્યો હતો. ફાઉન્ડેશનની આ કામગીરીને શૈક્ષણિક આલમ અને સ્થાનિકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.#Morbi #MorbiNews #DevSalt #DevSaltFoundation #ShalaPraveshotsav #EducationSupport #MorbiUpdate