ટંકારા : ટંકારા - લતીપર રોડ પર ગત તા.10ના રોજ જીજે - 36 - યુ - 5622 નંબરની રીક્ષામાં બેસી ફરિયાદી મીરાબેન નરસીભાઈ મકવાણા ઉ.39 નરસીભાઈ પ્રાગજીભાઇ મકવાણા ઉ.34 અને તેમનો પુત્ર કાનો મોરબીના રફાળેશ્વરથી જામનગર જતા હતા ત્યારે ટંકારા તાલુકા પંચાયત નજીક લતીપર રોડ પર જીજે - 03 - એટી - 1965 નંબરના આઇસર ચાલકે અકસ્માત સર્જી રીક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકને તેમજ મીરાબેનને ઇજાઓ પહોંચી હતી.જ્યારે મીરાબેનના પતિ નરસીભાઈ રીક્ષામાંથી પડી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે મીરાબેન નરસીભાઈ મકવાણા રહે.જામનગર વાળાની ફરિયાદના આધારે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.