આનંદ નગર, તુલસી પાર્ક અને ઉમા રેસીડેન્સીના રહીશો ત્રાહિમામ: જીવાતવાળું પાણી આવતા રોગચાળાની ભીતીમોરબી: મોરબીમાં બાયપાસ પાસે આવેલી 3 સોસાયટીઓમાં છેલ્લા 4 થી 5 દિવસથી અતિ દૂષિત પાણી આવતું હોવાની સ્થાનિક લોકો દ્વારા વ્યાપક ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સપ્લાય થતું પાણી બિલકુલ પીવાલાયક નથી અને જો કોઈ ભૂલથી પણ આ પાણી પીવે તો ગંભીર બીમારીનો ભોગ બની શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.વધુમાં જણાવ્યું હતું કે, નળમાં આવતા પાણીમાં અનેક પ્રકારની નાની-મોટી જીવાતો સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ જીવાતવાળું અને દૂષિત પાણી આનંદ નગર, તુલસી પાર્ક અને ઉમા રેસીડેન્સી જેવી રહેણાંક સોસાયટીઓ તેમજ ત્યારબાદ આગળના વાડી વિસ્તારમાં પણ જઈ રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં થઈ રહ્યા હોવાથી, જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી શુદ્ધ પાણીનો પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #WaterProblem #MorbiNews #PublicIssue #HealthHazard #MorbiBypass