વિદ્યાર્થીઓ અને વાલીઓને શૈક્ષણિક ખર્ચમાં રાહત આપવાના ઉમદા હેતુથી 172 પેજની ફૂલસ્કેપ નોટબુકોનું વિતરણ કરાયુંમોરબી : ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા શનાળા રોડ પર આવેલી ભાડેસિયા હોસ્પિટલ તથા OMVVIM કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને રાહતદરે ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકો તરફથી ભારે ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. જે અંતર્ગત A4 સાઇઝની 172 પેજની ઉચ્ચ ગુણવત્તાવાળી ફૂલસ્કેપ નોટબુકો બજાર કિંમત કરતા ખૂબ જ ઓછા દરે ઉપલબ્ધ કરાવવામાં આવતા મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો.ભારત વિકાસ પરિષદ પોતાના ધ્યેયવાક્ય 'સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ'ને જીવનમાં ઉતારીને સમાજના વિવિધ વર્ગોને સ્પર્શતી પ્રવૃત્તિઓ સતત હાથ ધરી રહી છે. સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા આવા જનહિતકારી કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, સચિવ વિશાલભાઈ બરાસરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, સંયોજક હિંમતભાઈ મારવણીયા અને શાખા કન્વીનર (સેવા) રાજુભાઈ ડાંગર સહિતના પરિષદના તમામ સભ્યો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત કાર્યક્રમને સુચારૂ રીતે પાર પાડવા ડૉ. ચિરાગભાઈ અઘારા, ડૉ. જયેશભાઈ પનારા, વિનુભાઈ મકવાણા, રાજેશભાઈ ડાંગર, મનહરભાઈ કુંડારીયા, પંકજભાઈ ફેફર, ગોપાલભાઈ મૂછડિયા, ચિરાગભાઈ વડસોલા, હરેશભાઈ બોપલીયા, પરેશભાઈ મિયાત્રા, કૌશિકભાઈ અઘારા, રતિલાલભાઈ ચંદ્રાલા, હરદાસભાઈ જાકાસણીયા અને વ્રત અઘારા દ્વારા વિશેષ સહયોગ અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સંસ્થામાં સભ્યપદ મેળવવા કે વધુ માહિતી માટે મોબાઇલ નંબર 99744 58658 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #BharatVikasParishad #NotebookDistribution #MorbiNews #Education #SocialWork #StudentWelfare