વિશપરા રોડ અને નેક્ષેસ સિનેમા સામે આગ લાગવાના બનાવ: સદનસીબે કોઈ જાનહાનિ નહીંમોરબી: મોરબીમાં ગત તારીખ 14ના રોજ ફાયર કંટ્રોલ રૂમમાં આગ લાગવાના 2 અલગ-અલગ કોલ નોંધાયા હતા. ફાયર વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરી બંને સ્થળોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.વિશપરા રોડ પાસે બાવળમાં આગપ્રથમ બનાવમાં, સવારે 11:01 વાગ્યે વિશપરા રોડ પાસે આવેલ બાવળની ઝાડીઓમાં આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને બુઝાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.નેક્ષેસ સિનેમા સામે શોર્ટ સર્કિટથી આગબીજો બનાવ બપોરે 13:27 વાગ્યે નોંધાયો હતો. નેક્ષેસ સિનેમા સામે PGVCL લાઈનનું સમારકામ ચાલુ હતું તે દરમિયાન શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. ફાયર વિભાગની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર વ્હીકલમાં પાણી ખાલી થઈ ગયું હતું, પરંતુ નેક્ષેસ સિનેમામાં ફાયર સિસ્ટમ કાર્યરત હોવાથી તુરંત જ ત્યાંથી પાણી ભરવાની વ્યવસ્થા થઈ શકી હતી.પાણીનો સ્ત્રોત નજીકથી મળી જતાં ફાયર વિભાગે 29,000 લીટર પાણીનો મારો ચલાવીને આગ પર ઝડપથી કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. નેક્ષેસ સિનેમાની ફાયર સિસ્ટમ યોગ્ય રીતે ફીટીંગ કરેલી અને કાર્યરત હોવાથી ફાયર બ્રિગેડને સમયસર મોટી મદદ મળી હતી. આ સહકાર બદલ મોરબી ફાયર ટીમે નેક્ષેસ સિનેમાના માલિકનો આભાર માન્યો હતો.#Morbi #MorbiUpdate #FireIncident #MorbiFireBrigade #NexusCinema #PGVCL #SafetyFirst #GujaratNews