હળવદ : હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે રહેતા જેરામભાઈ રેવાભાઈ ગુંડારિયા ઉ.60 નામના વૃદ્ધ શેરીમાં પાણી ઢોળવા બાબતે પાડોશમાં રહેતા આરોપી માનસિંગ નાનુભાઈ ઉઘરેજા અને આરોપી સવજીભાઈ નાનુભાઈ ઉઘરેજાને સમજાવવા જતા બન્ને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ સણેથા વડે હુમલો કરી વૃદ્ધને પાડી દઈ ઉપર બેસી ઢીકા પાટુનો માર મારી બીજી વાર સમજાવવા આવશો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.