સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી આયોજિત કેમ્પમાં 65 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવીમોરબી: 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે બ્લુઝોન ગ્રુપ પાવડીયારી મોરબી દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં 65 રક્તદાતાઓએ ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે વિટરીફાઈડ મોરબીના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, વિનોદભાઈ આદરોજા તેમજ બ્લૂ ઝોન ગ્રુપ પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.ગરમીના સમયમાં જ્યારે સામાન્ય રીતે બ્લડની અછત સર્જાતી હોય છે, તેવા કપરા સમયે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવા બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને એમ.ડી. રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ અને બ્લુઝોન ગ્રુપ પરિવારના યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા.#Morbi #MorbiUpdate #BloodDonation #WorldBloodDonorDay #BluezoneGroup #SanskarBloodCenter #MorbiNews #BloodCamp #SocialWork