મોરબી : ખેડૂતોએ વીજલાઈન સહિતના મુદ્દે કરેલા આંદોલન દરમિયાન આજે ગાંધીનગર કુચનું એલાન અપાયું હતું. જો કે આ દરમિયાન કોંગ્રેસે ઓગણજમા સભાનું આયોજન કર્યું હતું. બીજી તરફ અનેક ખેડૂતો ગાંધીનગર જવાની વાત સાથે સહમત હતા. ત્યારે આમ આદમી પાર્ટીના મોરબીના નેતા પંકજ રાણસરિયા સહિતના અગ્રણીઓની પોલીસ દ્વારા ગાંધીનગર જતી વેળાએ રસ્તામાં જ અટકાયત કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટીના મોરબીના નેતા પંકજ રાણસરિયા અને અન્ય કાર્યકરો પોતાની ગાડી લઈને ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા તેઓને રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યા હતા અને તમામની અટકાયત કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે.#MorbiUpdate #MorbiNews #AAP #PankajRansariya #Gandhinagar #GujaratPolice #BreakingNews #GujaratPolitics