રખડતા ઢોરથી રોપાઓને બચાવવા મહાનગરપાલિકાના ગાર્ડન અધિક્ષકને લેખિત રજૂઆત કરાઈમોરબી: મોરબીમાં જાગૃત નાગરિકો દ્વારા 20 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયા બાદ તેના રક્ષણ માટે ગાર્ડન વિભાગ પાસે ટ્રી-ગાર્ડની માંગ કરવામાં આવી છે. આ માટે મહાનગરપાલિકાના ગાર્ડન અધિક્ષકને લેખિત રજૂઆત કરાઇ છે.પર્યાવરણના જતન અને શહેરને હરિયાળું બનાવવાના ઉત્તમ હેતુથી સ્થાનિક રહીશો આગળ આવ્યા છે. તાજેતરમાં સ્થાનિક વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા અંદાજે 20 જેટલા નવા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેઓ દ્વારા આ તમામ છોડની નિયમિત કાળજી રાખીને ઉછેર પણ કરવામાં આવી રહ્યો છે. જો કે, વિસ્તારમાં રખડતા ઢોર અને પ્રાણીઓની અવરજવર વધુ હોવાથી આ નાના રોપાઓને નુકસાન પહોંચવાનો અને ખવાઈ જવાનો મોટો ભય રહેલો છે. આ નવા વાવેલા વૃક્ષોનો યોગ્ય રીતે ઉછેર થાય અને તેમનું પ્રાણીઓથી રક્ષણ થાય તે માટે લોખંડના પિંજરાની (ટ્રી-ગાર્ડની) સખત જરૂરિયાત ઊભી થઈ છે. આ બાબતે સ્થાનિકો દ્વારા મોરબી મહાનગરપાલિકાના બાગ-બગીચા વિભાગ (ગાર્ડન શાખા)ના ગાર્ડન અધિક્ષકને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં પર્યાવરણના હિતમાં વહેલી તકે 20 જેટલા ટ્રી-ગાર્ડ ફાળવવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોએ ખાતરી આપી છે કે તેઓ આ વૃક્ષોના જતન અને ઉછેર માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે, ત્યારે હવે તંત્ર તરફથી આ બાબતે સત્વરે હકારાત્મક કાર્યવાહી થાય તેવી આશા સેવાઈ રહી છે.#Morbi #MorbiUpdate #Environment #TreePlantation #MorbiMunicipalCorporation #TreeGuard #SaveTrees #MorbiNews