વહેલામાં વહેલી તકે સુખદ ઉકેલ લાવવામાં આવે જેથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તેવી અપીલ કરીમોરબી : વીજલાઇના વિરોધમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે ઠેક-ઠેકાણેથી ખેડૂતો ગાંધીનગર કુચ કરી ત્યાં એકત્ર થઈ વિરોધ કરવાના છે. ત્યારે સાંસદ પરસોતમ રૂપાલાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓના જણાવ્યા અનુસાર સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય તેવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે. સાંસદ પરસોતમ રૂપાલાએ જણાવ્યું કે, 'રાજ્ય સરકારે ગઈકાલે જ કૃષિ મંત્રી સાથે આ વિષય પર વિગતવાર ચર્ચા કરી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રીના ધ્યાન પર પણ આ આખો વિષય છે જ. મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય તેવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મામલે વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા સુખદ ઉકેલ લાવવામાં આવે જેથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે. તેમણે મીડિયાના માધ્યમથી સરકારને આ અંગે વહેલી તકે યોગ્ય પગલાં ભરવા માટે અપીલ પણ કરી છે.#MorbiUpdate #ParshottamRupala #FarmersProtest #KhedutAndolan #Tankara #GujaratGovernment #FarmersRally #MorbiNews