મોરબી : મોરબી શહેરના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર નીલકંઠ સ્કૂલ પાસે આવેલા જયરાજ પાર્ક પાસે છેલ્લા દોઢ વર્ષથી પડેલા કચરાના મોટા ઢગલાથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. અને તાત્કાલિક ધોરણે કચરાનો આ ઢગલો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિક રહીશ ડો. દિનેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે જયરાજ પાર્ક પાસે આવેલા નાલા ઉપર દોઢ વર્ષથી કચરાનો ઢગલો યથાવત છે. કચરો આસપાસમાંથી અહીંયા નાખી દેવામાં આવે છે. આ કચરાના ઢગલાના કારણે આસપાસ રહેતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા કોઈપણ સાફ-સફાઈ કરવામાં આવતી નથી. આ અંગે આવતીકાલે મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.