ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા નાખવા અને વળતર ન આપવાના મુદ્દે પદ્મિનીબા વાળાએ તંત્ર સામે સવાલો ઉઠાવી તાનાશાહી અને ગુંડાગર્દીનો આરોપ લગાવ્યોમોરબી : મોરબી જિલ્લાના જેતપર ગામે હેવી વીજ લાઈનના થાંભલાના પ્રશ્ને ચાલી રહેલા પ્રતીક ધરણા યથાવત રહ્યા છે. ગત રાત્રિના સમયે જેતપર ગામે મહિલાઓ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામની મહિલાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળા પણ ખાસ જોડાયા હતા અને ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા પદ્મિનીબા વાળાએ સરકાર અને પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ રોષભેર જણાવ્યું હતું કે, આ જમીન ખેડૂતોના બાપ-દાદાની છે અને તેમાં પગ મૂકતા પહેલા 100 વખત વિચારવું જોઈએ. તેઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈનો કે સરકારનો અંગત વિરોધ નથી કરતા, પરંતુ આ ખોટી સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે અને સિસ્ટમ બદલવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતો સાથે કોઈપણ પ્રકારની બેઠક કર્યા વિના અને યોગ્ય વળતર ચૂકવ્યા વિના તેમની જમીનમાં વીજ થાંભલા નાખવાની કામગીરી સામે તેમને સવાલો ઉઠાવ્યા હતા.વધુમાં પદ્મિનીબા વાળાએ આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતોની જમીન હડપી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોને પોતાની જ જમીનમાં જતા અટકાવવા માટે તાળા લગાવી દેવામાં આવે છે, જે ખોટું છે. આ પ્રકારની કાર્યવાહીને તેઓએ ખુલ્લી તાનાશાહી અને ગુંડાગર્દી ગણાવી હતી.#Morbi #Jetpar #FarmersProtest #PadminibaVala #MorbiUpdate #GujaratNews #KisanAndolan #JetparDharna