મોરબી : માળીયા મિયાણા તાલુકાના ઘાટીલા ગામની સીમમાં કેનાલ કાંઠે પાણી ખેંચવા માટે ફરિયાદી રાજેશભાઇ ગોવિંદભાઇ વિડજાએ મુકેલા ડીઝલ મશીનમાંથી આરોપી સુમિત લાભુભાઈ ઝીંઝરીયા, સુનિલ મનજીભાઈ ઝીંઝરીયા, સુરેશ મનજીભાઈ ઝીંઝરીયા અને અશ્વિન વેલજીભાઈ ઝીંઝવાડિયા રહે.તમામ કોપેણી તા.ધ્રાંગધ્રા વાળાઓ બાઈક લઈને ડીઝલ ચોરી કરવા આવ્યા હતા ત્યારે આરોપી સુમિત લાભુભાઈ ઝીંઝરીયા રહે.કોપેણી તા.ધ્રાંગધ્રા વાળો 2 લીટર ડીઝલ ભરેલ કેરબો તેમજ છરી સાથે ઝડપાઇ ગયો હતો અને અન્ય આરોપીઓ નાસી ગયા હતા. માળીયા મિયાણા પોલીસે આ મામલે આરોપી સુમિતની ધરપકડ કરી નાસી ગયેલા અન્ય ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.