વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા 160 પેજના 7 ફૂલસ્કેપ ચોપડા માત્ર 100 રૂપિયામાં અપાશે, લાભ લેવા આચાર્યોને સંપર્ક કરવા અપીલમોરબી : મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મોંઘવારીના આ સમયમાં મધ્યમ વર્ગ અને શ્રમજીવી પરિવારોના બાળકો માટે એક ઉમદા પહેલ કરવામાં આવી છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવાના અને તેમનામાં ઉત્સાહ વધારવાના હેતુથી સંસ્થા દ્વારા રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.સંસ્થાના પ્રમુખ અને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર-કચ્છના પાસ્ટ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર રમેશભાઈ રૂપાલા દ્વારા દાતાઓના સહયોગથી આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જે અંતર્ગત મોરબી જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓના બાળકોને 160 પેજના 7 નંગ ફૂલસ્કેપ ચોપડા એકદમ રાહત દરે એટલે કે માત્ર 100 રૂપિયામાં આપવામાં આવશે. આ લાભ વહેલા તે પહેલાના ધોરણે અને જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી જ આપવામાં આવશે.સરકારી શાળાના બાળકો પણ યોગ્ય સાથ-સહકાર મળે તો ઉત્તમ પરિણામ લાવી શકે છે, તેવા વિચાર સાથે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ યોજનાનો વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે મોરબી જિલ્લાની સરકારી શાળાઓના આચાર્યોને અનુરોધ કરવામાં આવ્યો છે. તેઓએ પોતાના શાળાના વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબના ફૂલસ્કેપ ચોપડા મેળવવા માટે સંસ્થાના ટ્રસ્ટી રશ્મિકાબેન રૂપાલાનો મોબાઈલ નંબર 9925410333 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #Education #Charity #NotebookDistribution #KrishnaCharitableTrust #GovernmentSchools #MorbiNews #GujaratiNews