મોરબી : મોરબી શહેરના પ્રથમ મેયર તરીકે નિયુક્ત થયેલા ઉત્તમભાઈ મહેશભાઈ સુરાણીના ભવ્ય સન્માન સમારોહનું રાસંગપર ગામ સમસ્ત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામજનો અને આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, શાસક પક્ષના નેતા અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા તેમજ દંડકનજયેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન મહાનુભાવોએ પોતાના સંબોધનમાં મોરબી શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ અને જનસેવાને વધુ ગતિ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ રાસંગપર ગામ સમસ્ત કરવામાં આવેલા સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો. અંતે ગામ સમસ્તના આગેવાનોએ તમામ મહેમાનો, આગેવાનો તથા ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સહકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમ યાદીમાં જણાવાયુ છે.