મોરબી : મોરબી શહેરના બાયપાસ પર નેક્સસ સિનેમા નજીક ગાયત્રી આશ્રમ પાસે લીલું - નિરણ વેચાણ કરતા પ્રભુભાઈ મુળજીભાઈ અગેચણિયા ઉ.74 નામના વૃદ્ધને ગઈકાલે સવારના સમયે જીજે - 36 - વી - 8562 નંબરના બોલેરો ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચાડતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં લઈ જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવમાં મૃતકના ભત્રીજા મહેશ જેઠાભાઇ અગેચણિયા રહે.ઘુતારીની વાડી, નવલખી રોડ વાળાએ બોલેરો ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.