વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર ગત તા.12ના રોજ બપોરના સમયે જીજે - 36 - એજે - 4450 નંબરના સ્કોર્પિયો ચાલકે જીજે -13 - એસી - 9974 નંબરનું મોટર સાયકલ લઈને પોતાના ઘેર જઈ રહેલા બચુભાઇ વારેવડીયા રહે.દાધોળીયા તા.મૂળી જી.સુરેન્દ્રનગર વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બચુભાઇનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવમાં સ્કોર્પિયો ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે મૃતકના પુત્ર ઘનશ્યામભાઈ બચુભાઇ વારેવડીયાએ આરોપી સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.