આગ નજીકમાં ટીસી સુધી પહોંચે તે પહેલાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરીમોરબી : મોરબીના બાયપાસ પાસે આવેલ નેક્સસ સિનેમાની સામે એક વંડામાં બપોરના સમયે કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. હાલ ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે.આગ જ્યાં લાગી હતી તેની આગળ જ એક ગૌશાળા આવેલી છે. આ ઉપરાંત, ત્યાં એક વીજળીનું ટ્રાન્સફોર્મર (TC) પણ છે. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને TC સુધી પહોંચે તે પહેલા જ સતર્કતા વાપરીને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #FireIncident #GujaratNews